વર્તમાનપત્ર
થોડો સમય ગુજરતી વર્તમાનપત્રોથી દૂર રહયા બાદ અમદાવાદમાં આવતાની સાથેજ મારુ છાપા વાંચવાનુ ફરી ચાલુ થઈ ગયુ. મારી ક્ષીણ થઈ ગયેલી આંખો ખેચી ખેચીને છાપા વાચવાનુ ગેરવાજબી લાગતુ કર્મકાંડ હું હવે વધારે હોશપૂર્વક નથી કારી શક્તો. વેજ્ઞાનીક ધરણા મુજબ અમુક ઉંમર સુધી સામન્યપણે થતો માનસિક કે બૌદ્ધિક વિકાસ હવે મારા માટે અટકી ગયો છે. હવે મારુ ઓછુ મગજ બહુ વપરવા છતા મને સમજમાં નથી અવતુ કે છાપાવાળા ખરેખર શું કેહવા માંગે છે. છતા પણ મારો છાપા માટેનો અને ખાસ કરીને રમુજી ગુજરાતી છાપાઓ માટેનો પ્રેમ તો ક્યારેય ઓછો નહી થાય.
પિતાજીને ઈસ્પિતાલમાં ભરતી કરયા પછી સમય પસાર કરવુ ઘણું મુશકેલ થઈ ગયુ હતુ. રમુજી દર્દીઓ અને સુંદર નર્સઓના અભાવ વચ્ચે ગુજરાતી છાપા મારો એક મત્ર સહારો હતા. ઇસ્પિતાલની પરોણાગતી સ્વીકારયા પછી મે નક્કી કરયુ હતુ કે ત્યાંથી પાછા જતા પેહલા બધ્ધા ગુજરાતી છાપાઓનો વ્યવસ્થિત અભ્યાસ કરવો. જ્ઞાનનો ફેલાવો કરવાના મિશન સાથે મે એ ખાસ કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠા અને સેવાભાવ સાથે ખતમ કરવાનુ નક્કી કરી લીધુ. થોડા થોડા વખત પછી મને કંટાળૉ અવવા લાગ્યો પરંતુ ઈસ્પિતાલમા કોઇ કામ નહી હોવાના લીધે મે છાપાઓનો ગહન અભ્યાસ પવિત્ર ધર્મ ગ્રંથની જેમ ચાલુ રાખયો.
ગુજરાતી છાપાઓ અંગેના આ અભ્યાસનુ તરણ અને લોકમંતવ્યો સાથે વધુ આવતા અંકે.
Posted by પાડો on Thursday, June 28, 2007 at 4:43 PM | Permalink