મારા વિશે
ગુજરાતીમા જુની અને બહુ ઓછી જાણિતી એક કહેવત છે, ભરોસાની ભેંસજ પાડો જળે. મારી કથા પણ એ ભારોસાની ભેંસે જળેલા પાડા જેવી છે. આદીકાળથી પાડાનુ મહત્વ સમજયા વગર પાડાને ધુત્કારવામા આવી રહિયો છે. આ ફક્ત પાડાનીજ નહી પણ સમગ્ર મનવજાતની બદકિસ્મતી છે. પાડા જેવા પરોપકારી જીવને આપણે કેવી રીતે ધુતકારી શકિયે? આ વાત લોકગળે ઉતારવાનો એક દુર્બળ પ્રયાસ અમે અહિંયા કરીયો છે.
પાડા જેવા એક બહુમુલ્ય જીવને મારી જોડે સરખાવીને હુ મારી જાતને સામાન્ય લોકોથી ઘણી ઉપર મુકી રહિયો છુ આ વાતનો અળસાર સુદ્ધા સામાન્યા મનવીની કલ્પનાની બાહારની વાત છે. શહેરમા વસ્તા ઘણા બાળમિત્રોતો પાડાના અસ્તિત્વ વિશે કશુંજ જાળતા નથી. રસ્તા પર બાપાનો બગીચો સમાજીને આરામથી ફરતી ભેંસોને પણ આ કોમ્પયુટર રમાતો રમતા બાળકો આજાળતાજ અવગળીદે છે. આપણે એવી આશા કરીયેકે અવનારા દિવસોમા પાડાને પ્રાણીસન્ગ્રહાલયમા જોવા માટે અપણે ટિકીટના ખરીદવી પડે.
પાડા વિશેની બીજી એક બહુ લોકપ્રિય અને અપમાનજનક કેહવત અહિંયા યાદ કરીયેજ છુટકો. આ કેહવતની સામે પાડાઓ આંદોલને કેમ નથી ચડતા એ વસ્તુ સમજ્વી મારી સામાન્યા બુદ્ધિની બહારની વાત છે. પાડાઓ કદાચ પોતાની જાતની મહાનતા, દરિયાદિલી અને મનુષ્ય કારતા તેમના વર્ણની મહાનતા સાબિત કરવા માટે સદીઓથી મનુષ્ય નામની ક્રુરતાને સહન કરી રહયા છે. આ ભામ્ભરતા મૂક પાડાઓને અવાજ આપવો એજ અમારૂ લક્શ્ય છે.
Posted by પાડો on Thursday, June 28, 2007 at 4:43 PM | Permalink
