વાર્તા

પંચતંત્રના સમયથી વાર્તાઓ ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. વાતાઓ કરવી આ દેશમાં એક મહાન્તા ગળવામા આવે છે તેટલુજ નહી પણ વાતાકારોને સન્માનવામાં પણ આવે છે. ભારતમાંજ નહિ પણ દુનિયાભરમાં વાર્તાઓ આદિકાળથી મનુષ્યના મનોંરંજન અને ચેતના બંનેને સ્પર્શ કરતી આવી છે.

જુના સમયથીજ વાર્તાઓ મોટાભાગે લોકકથાઓની આજુબાજુ વણાયેલી જોવા મળે છે. પહેલાના સમયમાં વાર્તાઓમાં અલંકારયુક્ત ભાષાના પ્રયોગ કરતા પત્રોના ચરિત્રવણઁન પર વધારે ધ્યાન અપવામાં અવતુ હતું. વાર્તા કરવાની સવથી જુની કળા મૌખિક વાર્તા હતી, જેમાં અભિવ્યકિત, મોઢાનો ભાવ, મુખમુદ્રા, ઉચ્ચારણની ઢબ વગેરેનો છુટથી અને કળા પુર્વક ઉપયોગ કરવામાં અવતો હતો. વાર્તાઓને વિવિધ સ્વરૂપે સાચવવાની પરમ્પરા ભારતિય સંસ્ક્રુતિનું એક અભિંન્ન અંગ છે. આમાં નકશીદાર સ્થાપત્યકળા, કલાત્મક ચિત્રો તેમજ ગુજરાતમાંતો ભરતકામનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

Posted by પાડો on Thursday, June 28, 2007 at 4:44 PM | Permalink | Comments

મારા વિશે

saa0046.gif

ગુજરાતીમા જુની અને બહુ ઓછી જાણિતી એક કહેવત છે, ભરોસાની ભેંસજ પાડો જળે. મારી કથા પણ એ ભારોસાની ભેંસે જળેલા પાડા જેવી છે. આદીકાળથી પાડાનુ મહત્વ સમજયા વગર પાડાને ધુત્કારવામા આવી રહિયો છે. આ ફક્ત પાડાનીજ નહી પણ સમગ્ર મનવજાતની બદકિસ્મતી છે. પાડા જેવા પરોપકારી જીવને આપણે કેવી રીતે ધુતકારી શકિયે? આ વાત લોકગળે ઉતારવાનો એક દુર્બળ પ્રયાસ અમે અહિંયા કરીયો છે.

પાડા જેવા એક બહુમુલ્ય જીવને મારી જોડે સરખાવીને હુ મારી જાતને સામાન્ય લોકોથી ઘણી ઉપર મુકી રહિયો છુ આ વાતનો અળસાર સુદ્ધા સામાન્યા મનવીની કલ્પનાની બાહારની વાત છે. શહેરમા વસ્તા ઘણા બાળમિત્રોતો પાડાના અસ્તિત્વ વિશે કશુંજ જાળતા નથી. રસ્તા પર બાપાનો બગીચો સમાજીને આરામથી ફરતી ભેંસોને પણ આ કોમ્પયુટર રમાતો રમતા બાળકો આજાળતાજ અવગળીદે છે. આપણે એવી આશા કરીયેકે અવનારા દિવસોમા પાડાને પ્રાણીસન્ગ્રહાલયમા જોવા માટે અપણે ટિકીટના ખરીદવી પડે.

પાડા વિશેની બીજી એક બહુ લોકપ્રિય અને અપમાનજનક કેહવત અહિંયા યાદ કરીયેજ છુટકો. આ કેહવતની સામે પાડાઓ આંદોલને કેમ નથી ચડતા એ વસ્તુ સમજ્વી મારી સામાન્યા બુદ્ધિની બહારની વાત છે. પાડાઓ કદાચ પોતાની જાતની મહાનતા, દરિયાદિલી અને મનુષ્ય કારતા તેમના વર્ણની મહાનતા સાબિત કરવા માટે સદીઓથી મનુષ્ય નામની ક્રુરતાને સહન કરી રહયા છે. આ ભામ્ભરતા મૂક પાડાઓને અવાજ આપવો એજ અમારૂ લક્શ્ય છે.

Posted by પાડો on at 4:43 PM | Permalink | Comments

વર્તમાનપત્ર

થોડો સમય ગુજરતી વર્તમાનપત્રોથી દૂર રહયા બાદ અમદાવાદમાં આવતાની સાથેજ મારુ છાપા વાંચવાનુ ફરી ચાલુ થઈ ગયુ. મારી ક્ષીણ થઈ ગયેલી આંખો ખેચી ખેચીને છાપા વાચવાનુ ગેરવાજબી લાગતુ કર્મકાંડ હું હવે વધારે હોશપૂર્વક નથી કારી શક્તો. વેજ્ઞાનીક ધરણા મુજબ અમુક ઉંમર સુધી સામન્યપણે થતો માનસિક કે બૌદ્ધિક વિકાસ હવે મારા માટે અટકી ગયો છે. હવે મારુ ઓછુ મગજ બહુ વપરવા છતા મને સમજમાં નથી અવતુ કે છાપાવાળા ખરેખર શું કેહવા માંગે છે. છતા પણ મારો છાપા માટેનો અને ખાસ કરીને રમુજી ગુજરાતી છાપાઓ માટેનો પ્રેમ તો ક્યારેય ઓછો નહી થાય.

પિતાજીને ઈસ્પિતાલમાં ભરતી કરયા પછી સમય પસાર કરવુ ઘણું મુશકેલ થઈ ગયુ હતુ. રમુજી દર્દીઓ અને સુંદર નર્સઓના અભાવ વચ્ચે ગુજરાતી છાપા મારો એક મત્ર સહારો હતા. ઇસ્પિતાલની પરોણાગતી સ્વીકારયા પછી મે નક્કી કરયુ હતુ કે ત્યાંથી પાછા જતા પેહલા બધ્ધા ગુજરાતી છાપાઓનો વ્યવસ્થિત અભ્યાસ કરવો. જ્ઞાનનો ફેલાવો કરવાના મિશન સાથે મે એ ખાસ કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠા અને સેવાભાવ સાથે ખતમ કરવાનુ નક્કી કરી લીધુ. થોડા થોડા વખત પછી મને કંટાળૉ અવવા લાગ્યો પરંતુ ઈસ્પિતાલમા કોઇ કામ નહી હોવાના લીધે મે છાપાઓનો ગહન અભ્યાસ પવિત્ર ધર્મ ગ્રંથની જેમ ચાલુ રાખયો.

ગુજરાતી છાપાઓ અંગેના આ અભ્યાસનુ તરણ અને લોકમંતવ્યો સાથે વધુ આવતા અંકે.

Posted by પાડો on at 4:43 PM | Permalink | Comments